ગરવ કિયો સોઇ નર હાર્યો

April 26th, 2007 by pinakin

માનવી ગમે તેટલો હોંશિયાર થઇ જાય તો વિદ્વાન કે કલાકાર હોય પણ ખુશામત પાસે તો તે આખેઆખો નમી જાય છે. તેનામાં રહેલ અભિમાન જતુ નથી. અને તેથીજ તેની હાર થાય છે એટલેજ તો સંતો કવિઓ એ કહ્યું છે કે  “ગરવ કિયો સોઇ નર હાર્યો  , અભિમાન તો રાજા રાવણ નું પણ રહ્યું નહોતું.  આ કવિતાના કવિ શ્રી રમણલાલ ભટ્ટ છે. તેમની ‘નારદ વાણી’ ખુબ વખણાયેલી છે.

 શિલ્પી

એક હતો શિલ્પી હુંશિયાર ઘરડો થતાં પડ્યો બિમાર,

મનમાં એને ચિંતા થઇ, જીવને જમડા જાશે લઇ.

માટે કરવો કાંઇ ઉપાય, જેથી મ્રુત્યુનો ડર જાય,

મનમાં ઝાઝો કરી વિચાર થયો ટાંકણું લઇ તૈયાર …….1

પોતાના જેવી દસ બાર સરજી મુર્તિ તેણી વાર

છાનો બેઠો વચ્ચે જઇ , ત્યાં તો ભારે ગમ્મત થઇ,

જીવને લેવાને આવ્યા જમ, પણ ના પડતી ગમ.

સાચો શિલ્પી શેં પકડાય? સઘળા જ્યાં સરખા દેખાય!……2

પાછા યમરાજની પાસ , પહોચ્યાં લઇને મુખ ઉદાસ,

કીધું “ ભગવાન , ભારે થઇ , શિલ્પી તો વરતાય નહીં”

યમરાજ કહે “ સુણો સહુ, ઉપાય સહેલો એનો બહુ,

વખાણશો જ્યાં એની કલા , ઝટ બોલી ઉઠશે એ બલા.”….3

દૂતો પાછા આવ્યા ફરી, બોલ્યા હસતું મહોડું કરી.

બ્રહ્માજીયે આવું કામ, કરવાની ના ભીડે હામ.

ધન્ય ધન્ય એનો ઘડ્નાર! ધન્ય ધન્ય એનો અવતાર!

જેણે સુંદર કીધું કામ, ઘટે આપવું ખુબ ઇનામ ….4

આપણને જો ભેળો થાય, આનો ઘડવાળો ક્યાંય

આવી સુંદર આરસ તણી ઘડાવીએ પ્રતિમા આપણી”

શિલ્પી સુણીને આ બોલ, હરખાયો થાતાં ઢમઢોલ.

બોલી ઉઠ્યો હર્ષની સાથ ” મૂર્તિ ઘડનાર આ હાથ. …..5

મોટું જો આપો ઇનામ કરું આથીય સુંદર કામ”

કરે હજી શિલ્પી જ્યાં વાત, યમદૂતે ઝટ ઝાલ્યો હાથ

” ભાઇસાહેબ ! છોડી ચાલ, સીધે સીધા ચાલો હાલ”

પક્કાઇ પકડાઇ ગઇ એકે હિકમત ચાલી નહીં. …..6

ફુલાતાં ફુલણજી થઇ બાજી સહું પલટાઇ ગઇ.

કાનપટ્ટી પકડી તે વાર લાવ્યા યમપુરી મોઝાર.

ઉતાવળિયા બહાવરા થાય, પૂરા પેટ ભરી પસ્તાય.

કરી વાતનો પહેલાં તોલ, પાછળથી કંઇ વદવા બોલ. ..7

April 11th, 2007 by pinakin

 દુહા

   ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
   પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

  સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
  જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

  સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
  રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર. 
     

   લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
   તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી

Hello world!

April 5th, 2007 by pinakin

Welcome to Gujaratiblogs.com. This is your first post. Edit or delete it, then start blogging!

નમસ્કાર!

સર્વે ગુજરાતી સાહિત્યના વાંચકોને!

સર્વે ગુજરાતી સાહિત્યપ્રેમી રસિકોને!

ગુજરાતી સાહિત્ય તો વિશાળ સાગર સમાન છે. તેની કોઇ સીમા નથી! તેમાં અમુલ્ય ને અખુટ ખજાનો છુપાયેલો છે. આ ખજાનાને, આ ગુજરાતી સાહિત્યની અસ્મિતા ને વાંચકો અને સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. આશા રાખું છું કે સર્વેને આવકાર્ય લાગશે.

નમસ્કાર!

દરેક ભાષા બોલનારાઓને મોઢે કેટલાંક સુભાષિતો રમતાં હોય છે જ. સુભાષિતો એટ્લે સુંદર બોધ. મુશ્કેલીને વખતે આવાં સુભાષિતો માણસને રસ્તો સુડાજે છે. જૂના વખતના રાજાઓઆવાં સુભાષિતો લાખ લાખ રુપિયા આપીને પંડિતો પાસેથી મેળવતા. આવાં સુભાષિતોનો ખજાનો મેં એક જૂની ચોપડી ‘’સાહિત્ય કિરણાવલી’’ માંથી લીધેલ છે.

બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,

સિંહણ બચ્ચું એક એકે હજારાં,—1

પીંપળ પાન ખરંતા, હસતી કુંપળિયાત,

મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં. —-2

કૂવા ઢાંકણ ઢાંકણું ખેતર ઢાંકણ વાડ,

બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણના ……..3

કોયલડીને કાગ, વાને વરતાય નહીં

જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે. …….4

ગોડી પૂછે ગોડિયા કોણ ભલેરો દેશ?

સંપત હોય તો ઘર ભલા, નહીં તો પરદેશ…..5

ધન જોબન ને ઠાકરી તે ઉપર અવિવેક;

એ ચારે ભેગાં હુવાં,અનરથ કરે અનેક;…. 6

ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચીલે કપૂત;

પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ સપૂત…7

બેરા આગળ ગાવણું, મૂંગા આગળ ઘાલ;

અંધા આગળ નાચવું, એ ત્રણે હાલહવાલ….8

મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;

ઘોડો ભાંગ્યો ખેડતાં,એને નહીં સાંધો નહીં રેણ….9

ઘેલી માથે બેડલું, મરકટ કોટે હાર;

જુગારી ગાંઠે ગર્થ તે ટકે કેટ્લી વાર? ….10

વિપત પડે ના વલખીએ, વલખે વિપત ના જાય;

વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપત ને ખાય. ……11

મેમાનુંને માન , દલભર દલ દીધાં નહીં;

માણસ નહિં પણ મસાણ, સાચું સોરઠિયો ભણે.….12

દળ ફરે વાદળ ફરે ફરે નદીનાં પૂર

શૂરા બોલ્યા ના ફરે પસ્ચિમ ઉગે સૂર. …….13

કંથા રણમાં પેઠકે , કેની જોવે વાટ;

સાથી તારાં ત્રણ છે. હૈયું કટારી હાથ. ……14

ઋતુએ ઊગે મોગરા, ઋતુએ આવે ફૂલ,

ઋતુ વિનાનું ચાહિયે , તેતો ધુળે ધુળ્. ……15

અગર બળંતાં ગુણ કરે, ને સુખડ ઘાસંતાં;

શૂર હોય તે રણ ચડે, ને કાયર નાસંતા. 16

ગુણની ઉપર ગુણ કરે તો વેવારા વટ્ટ;

અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ. 17

ચંગા માઢુ ઘર રહે, ત્રણ અવગુણ હોય;

કાપડ ફાટે , ઋણ વધે, નામ ના જાણે કોય. …18